Dec 23
2007ધબકારનું વધુ વિશ્વાસપૂર્વકનું અને સફળતાભર્યું દ્વિતીય પગલું….!!
Filed Under (અમદાવાદ) by નીરજ on 23-12-2007
Tagged Under : ahmedabad, dhabkar, dhabkar gujarati gujarati poems, dhabkar's second show, gazal gujarati, gujarati ghazal, gujarati kavita, gujarati music, gujarati poem, gujarati poet platform for gujarati poet singers, gujarati poetry, gujarati sugam sangeet, gurjari, kankshit, manhar udhas, manthan, music, musical group for gujarati, musical group of ahmedabad, online gujarati, shailya, sugam sangeet
૨૩ ડીસે. ના આપણું ‘ધબકાર’ વધુ એકવાર સ્વર-શબ્દનો યજન કરવા તૈયાર હતું… આમ તો મિત્રોમા મળવા ને વહેચવાનું ના હોય તો પણ બધાએ વધુ સારી રીતે કૃતિ રજૂ કરી શકાય એટલે અઠવાડિયાં અગાઉથી તૈયારીઓ કરી ને પોતાનાં કલા-પુષ્પો મા સરસ્વતિના ખોળે ધરવા તૈયાર હતાં.
શૈલ્યભાઇનું આંગણું આ પહેલાંના કાર્યક્રમ કરતાં ઘણા વધુ લોકોને આવકારવા તૈયાર હતું. કાર્યક્રમ પણ લગભગ નકકી કરેલા સમયે શરુ થયો.
પાર્થ દ્વારા કવિ શ્રી ભાનુશંકર વ્યાસની ‘માગણી’ નામક કૃતિ ‘આપને તારા અંતરનો એક તાર’ શ્રોતા મિત્રો પાસે રજૂ થઈ એ સાથે જ શરુ થયો શબ્દ-સૂરની વહેચણીનો એ અવર્ણનીય આનંદ…!!
શરુઆત થઇ દેવલ દ્વારા સરસ્વતિ-સ્તુતિથી… જેમાં સુરસરગમના બિંદુ હોવાનો નમ્ર આનંદ છલકતો હતો. ત્યાર બાદ ધબકારની સૌથી નાની વયની પણ ખૂબ જ સુંદર ટેલેન્ટ ધરાવતી વાગ્મી દેસાઇએ “હે ચંદ્રમૌલી…!” ગાઇને વાતાવરણમાં પવિત્રતા ઉમેરી. પછી એ જ સાથે ધબકારનો કાર્યક્રમ રંગ પકડતો ગયો….!
પછી વારો આવ્યો ”શમા” નામક દીપ્તિ પટેલના કાવ્યનો, જેનું વાચન થયું મન્થન દ્વારા. …..પણ મંથન સ્ટેજ પર આવે આવે ત્યાં તો પાર્થ દ્વારા ધબકાર વતી મંથનના જન્મદિવસની શુભકામનાઓ વ્યક્ત કરતું એક કાવ્ય પણ રજૂ કરી દઈને પ્રસંગની મઝાને ઑર વધારી દીધી…! ત્યાર બાદ જીગ્નાબેને “રાધાનું નામ તમે….” રજૂ કર્યું; સુધાબેન ભટ્ટે એક અછાંદસ કાવ્ય અને એક છંદબદ્ધ કવિતા રજૂ કરી. સાથે સાથે એમણે છંદની સમજ પણ આપી… પછી શૈલ્યભાઇએ ઓજસ પલનપુરીની રચના “બીજી તો કોઇ રીતે ના ભુંસાય ચાંદની” રજૂ કરી અને પછી વારો આવ્યો સૈફ પલનપુરીની રચનાનો…
“ખુશ્બુમાં ખિલેલ ફૂલ હતાં… ” રજૂ કરી પ્રશાંતે. એકદમ સંવેદનશીલ એવી આ ગઝલની એકદમ સંવેદનાથી કરાયેલી રજુઆત સાંભળીને ઉપસ્થિત બધાં જ સ્તબ્ધ થઇ ગયાં… ને પછી એ વાતાવરણને હળવું બનાવ્યું કાંક્ષિતે. “રોજ એ જગતથી કશુ” સંભળાવીને વાતાવરણને હળવું બનાવી દીધુ. ને લોકોએ તો એને દુબારા, દુબારા કરીને બીજી કડી તો બીજી વાર પણ રજૂ કરાવી !
વચ્ચે વળી વીજય અને લીનાને એમના સફળ દાંપત્યજીવનની શુભકામનાઓ આપી. ત્યારબાદ સી.એન. વિદ્યાવિહાર તરફથી ખાસ હાજર રહેલા શ્રી નીખીલભાઇ શાહે ધબકારની પ્રવૃત્તિને ખાસ બીરદાવી અને આ કાર્યક્રમમાં એમનો પૂરો સાથ હોવાની ખાત્રી આપી અને ધબકાર સાથે જોડાયેલાં સૌને ધન્યવાદ આપ્યા. જ્યારે શૈલ્યભાઇએ એમની પોતાની રચનાનું પઠન કર્યુ. ડૉ. હાર્દીકે ખાસ ધબકાર ઉપર જ એક કાવ્ય રજૂ કરીને બધાંની દાદ મેળવી…!
પછી તો બ્રેકની થોડીવાર જ પહેલાં, ધબકારના તમામ મહત્વના સમયે સાથ આપતા ધબકારના તબલચીઓ હાર્દિપ અને વત્સલે તબલા વાદન રજૂ કર્યું તથા સાથે સાથે કેટલીક તબલાવાદનની પાયાની માહિતી પણ આપી. ને એમ છેવટે ધબકતા તાલ સાથે જ થોડા સમયનો વિરામ લેવામાં આવ્યો…
બીજી બેઠકનો આરંભ એકદમ ડોલાવી દેનારો રહ્યો… ! ખુશ્બુએ “મેં તો ઝેર નો કટોરો પીધો” રજૂ કર્યું… જે સ્વભાવિક રીતે જ ‘વન્સ મોર’ થયું ને ખુશ્બુએ પહેલી કડી ગાઇને બધાને રાજી પણ કર્યા… ત્યારબાદ ધબકારની વધુ જાણીતી અને હિતેચ્છુ વ્યક્તિ એવા કમ્પોઝર શ્રી જન્મેજયભાઇ વૈદ્ય ખાસ આવ્યા. તેમણે ધબકાર વિષે તો વાત કરી જ પણ સાથે સાથે જાતે જ એમનું પોતાનું કમ્પોઝીશન પણ સંભળાવ્યું !!! એ પણ બધાંએ સાંભળીને મજા માણી. પછી દરેકે પોતાની કૃતિ રજૂ કરી… સમય બહુ ઝડપે પસાર થતો હતો એટલે પછી બધાની એક એક જ કૃતિ લઇ શકાઇ… જેમાં ધ્વનિની કૃતિ ધારીણીબહેને અને પ્રીતિબહેનની કૃતિ જલ્પાબેને વાંચીને રજૂ કરી…
ફલકે સોલી કાપડિયાની ગાયેલી “કોક વાર આવતાં ને જાતાં” ને નજાકતની સાથે મૌલિક ટચ આપીને અતિસુંદર રીતે રજૂ કરી બધાની વાહ વાહ મેળવી… પછી તો પિંકીબેને પણ એમની કૃતિ વાંચી સંભળાવી…
ક્રિશ્ના પંચાલની કૃતિ એમની જ હાજરીમાં શૈલ્યભાઇ દ્વારા વંચાણી… ને છેલ્લે તેજસે “તારા અણસારે….” પરેશ ભટ્ટનું કંમ્પોઝીશન સંભળાવ્યુ અને છેલ્લે ‘આ અસ્ત પછી ફરી ઉદયમાં’ મળવાનું નકકી કરી બધાં છુટાં પડ્યાં….
ઇલેકશનના રીઝલ્ટમાં બહોળી લોકલાગણીની જીતની સાથે ધબકારની આ સાંજ એક યાદગાર સાંજ બની દરેકના હ્રદયમાં ધબકતી રહી…!