Feb 11
2008ધબકાર વેબસાઈટ અને ઈ- મૅગઝીન નો શુભારંભ
Filed Under (અમદાવાદ) by નીરજ on 11-02-2008
Tagged Under : ahmedabad, dhabkar, dhabkar dhabkar in surat gujarati gujarati poems gujara, dhabkar's e-magazine, download abhivyakti, gazal gujarati, gujarati ghazal, gujarati kavita, gujarati music, gujarati poem, gujarati poetry, gujarati sugam sangeet, gurjari, kankshit, launch of dhabkar website & abhivyakti, manhar udhas, manthan, music, online gujarati, shailya, sugam sangeet
થીજાવતી ઠંડીમાં લાગણીની હૂંફ આપવાના સમયે જ્યારે લોકો ઘરમાં બેસીને વધુ ઠુઠવાતા હોય છે ત્યારે આજે ધબકારના સભ્યોની હાજરીમાં આજ ધબકારની વેબસાઈટ ધબકાર.કૉમ નું લૉંચિન્ગ થયું.
આંગણું તો સ્વાભાવિક રીતે શૈલ્યભાઈનું જ હતું… ને એમાં બહાર ઈન્ટરનેટ કનેક્શન સાથ સાઈટને શરૂ કરવાની હતી. ધબકારના સભ્યો ઉપરાંત ગુજરાત સમાચાર અને એમ. એચ. - ૧ ન્યુઝ ચેનલના પ્રતિનિધિઓ પણ આ પ્રસંગને એમની કૉલમમાં કેદ કરવા હાજર હતા.
શરૂઆતમાં પાર્થે ધબકારના ઉદભવની અને કેટલીક જૂની વાતોને વાગોળી… ને આ પ્રસંગને ધબકારની ઝરણામાંથી નદી બનવાની ઘટના સાથે સરખાવી … ને આમ તો આ સાઈટના ઉદઘાટન માટે ઘણા બધાને બોલાવવા પડે એમ હતું પરંતુ આ સાઈટ બને તે માટે સાચા અર્થમાં સમય અને ઘણી બધી શક્તિ સમર્પિત કરનાર આપણા આઈ.ટી. વિભાગના મંથને સાઈટનો આરંભ કરાવ્યો… ને બધાએ તાલીઓથી એને વધાવી લીધુ..
પછી પ્રસંગ આગળ ચાલ્યો ને સુધાબેનને બોલાવ્યા જેથી આપણા ઈ- મૅગઝીન “અભિવ્યક્તિ” ને લીલી ઝંડી આપીને જાહેર બનાવી શકે… એમણે આવીને અભિવ્યક્તિમાં છપાનારા સાહિત્ય અને એની ઉંચાઈ વિશે સરસ વાતો કરીને અભિવ્યક્તિ મુખપત્રનું લોકાર્પણ કર્યું.
પછી અભિવ્યક્તિમાં આર્ટિકલ આપનાર દરેક વ્યક્તિએ પોતાનાં આર્ટિકલમાં મૂકેલ વાત કહી… જેમાં શૈલ્યભાઈ, કાંક્ષિત, તન્વીબેન, પાર્થ, પીન્કીબેન, મંથન …. બધાએ પોતપોતાના લેખ અને અલગ અલગ વિભાગો વિષે માહિતી પૂરી પાડી.
છેલ્લે કાંક્ષિતે હાજર તેમજ ગેરહાજર દરેક સભ્યોનો હૃદયપૂર્વક આભાર માન્યો. અને છેલ્લે આપણા આ કાવ્યસંગ્રહમાં સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માએ પણ રસ દાખવ્યો છે એ બાબત જાણીને બધાએ ધબકારની વધતી જતી લોકપ્રિયતા અને એની સાથે જોડાયેલા હોવાનો સંતોષ માન્યો… ને લાસ્ટ બટ નૉટ લિસ્ટ વેફર ને સમોસા નો નાસ્તો કરી ને બધા છૂટા પડ્યા.
ને આ સાથે જ ધબકાર ન સુર્વણમુગટમાં વધુ બે સુંદર પીંછા મુખપત્ર અને વેબસાઈટ રૂપી ઉમેરાયા.
ખુબજ સરસ
અને આ મેગેજિન ક્યાઁ વાઁચવા મલશે ?
ખૂબ ખૂબ અભિનંદન …!!!!!!!!!!!!!!!
“અભિવ્યકિત” માટે વેબસાઈટ ના ડાઉનલોડ વિભાગ મા જાઓ
ધબકારની પુરી ટીમને અંતરના અભીનંદન..!
Excellent.. very well designed and managed. I was present at the function. Really enjoyed the function. Wish you all the best for future programms.
Congratulations !
congrates. and best wishes.
Proud to be one of the Dhabkar.
અભિનંદન …!!!!!!!!!!!!!!!
Pround to be a member of Dhabkar.
Congratulations !
Congrates.
આજે ધબકાર પરિવાર માઁ જે મને સ્થાન મળ્યુ છે તે માટે મારી જાત ને
હુ ધન્ય માનુ છુ.
ધબકાર પરિવાર ના આ નાવ પ્રયાસ અને નવી નવી પ્રવ્રુતી કરતુ રહે અને તે અમી ઝરણા ની જેમ નીઁતર વહેતુ રહે
ખોબે ખોબે વધાવુ
કે સુપડે સુપડે વધાવુ
જેમ કહો તેમ આવો તમને
સમય ની સાથે સજવુ
ખૂબ ખૂબ અભિનંદન …!!!!!!!!!!!!!!!
“અભિવ્યકિત” ખુબ જ સરસ
ખૂબ ખૂબ અભિનંદન …!!!!!!!!!!!!!!!
ધબકાર પરિવાર ના આ નાવ પ્રયાસ અને નવી નવી પ્રવ્રુતી કરતુ રહે અને તે અમી ઝરણા ની જેમ નીઁતર વહેતુ રહે
IT WAS GREAT TIME WITH THE GROUP IN JANUARY 2008.
RAJENDRA REIVEDI,M.D.
wow….
Its Really a greattttttt…
congrates. and best wishes.
Proud to be one of the Dhabkar.
Reallt all the poem is excellant and I was confused to select one of the best poem out of all . I wanted to gaive rating but I had to give five star rating to all the poem
વધામણા દોસ્તો વધામણા!
ધબકારની વેબસાઇટ અને “અભિવ્યક્તિ”ના લૉંચીંગ પર હ્રદયપૂર્વક અભિનંદન!
“અભિવ્યક્તિ”ની અભિવ્યક્તિ ખરેખર સુંદર છે.
સહુ કવિમિત્રો તથા લેખકો તેમજ સમસ્ત ધબકાર પરિવારને શુભેચ્છાઓ..
શબ્દનો ધબકાર છે આ સુરનો ધબકાર છે
સંઘરેલી લાગણીના પૂરનો ધબકાર છે
સ્હેજ હું નજદીક આવું, સ્હેજ તું યે કાન ધર;
દોસ્ત સાંભળ! આ અમારા ઉરનો ધબકાર છે
- ગ.મિ. (ગઢવી મિલિન્દ)
its good cogratulation and best regard
anupam
ખૂબ જ અભિનંદન, મારા એક મિત્રનાં કહેવાથી મને આજે જ આ વેબસાઇટ જોવા મળી. ખરેખર ખૂબ જ મજા પડી ગઇ. હવે હું આ સાઇટને મારા હોમ પેજ તરીકે સેવ કરી રહ્યો છું. ધબકાર પરિવારને મારા અંતરના અભિનંદન.