‘ધબકાર-મુંબઈ’ કાવ્ય ગોષ્ઠી

Filed Under (મુંબઇ) by manthan on 08-02-2009

મુંબઈમાં મંદ થયેલ ધબકાર પૂઃન ધબકવા લાગ્યા છે. ૨૬/૧૧ ની ત્રાસદી પછી ગાડી પાછી પાટે ચડી છે.
ગુજરાતી ભાષાને ધબકતી રાખવાના પ્રયાસના એક ભાગ રૂપે ‘ધબકાર-મુંબઈ’ દ્વારા એક કાવ્ય ગોષ્ઠીનું આયોજન દિનાંક ૮ -૨-૨૦૦૯ રવિવારના સાંજે ૪ કલાકે, કાંદીવલી મધ્યે થયેલ.સ્થળ હતું , શ્રી કાંદીવલી અચલગચ્છ જૈન ઊપાશ્રય. મહાત્મા ગાંધી ક્રોસ રોડ નંબર ૩, સ્વિમિન્ગ પૂલની નજીક, કાંદિવલી વેસ્ટ.
આ કાવ્ય ગોષ્ઠીમાં ૧૬ કવિ મિત્રોએ પોતાની કવિતા રજુ કરી, જે માણવા લગભગ ૨૦-૨૫ શ્રોતાજનો હાજર રહ્યા હતાં.
ગોષ્ઠીની શરુઆત હાજર કવિ મિત્રોની ઓળખ વિધિથી થઈ.
‘ધબકાર-મુંબઈ’ ના યુવા કવિ અને સફળ સંચાલક અને ગાયક ચિંતન નાયકે પોતાની ભાવવાહી ગીતનું પઠન કર્યું તથા પોતાના મધુર સ્વરમાં “માડી તારું કંકુ ખર્યુંને સૂરજ ઉગ્યો” ની થોડી પંક્તિ રજુ કરી. એ પછી વિનય પંડ્યા એ કાવ્ય પાઠ કર્યું અન અષાઢી સ્વરમાં “શિવ તાંડવ”ના થોડા છંદ ગાઈ સૌને આનંદ કરાવ્યો. હાજર સૌ કવિઅ મિત્રો એ પોતાની કાવ્ય રચનાથી માહોલ કાવ્ય મય બનાવ્યો હતો.
‘ધબકાર-મુંબઈ’ના અહોભાગ્ય હતાં કે ગુજરાતી ગઝલ નાં જાણકાર અને જેમણે ગઝલ પિંગળ પર પુસ્તકો લખ્યા છે એવા શ્રી આશિત હૈદરાબાદી એ પણ પોતાની ગઝલનું પઠન કર્યું. ગઝલ પઠન પછી શ્રી આસિત હૈદરાબાદી સાહેબે કાવ્ય રચનામાં સામાન્યતહ રહી જતા દોષ બાબત સૌને માર્ગદર્શન આપ્યું. અછાંદસ , ગીત, ગઝલ વિશે જરૂરી તકેદારીઓ અને આવશ્યક ભાવ વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી.ઊપરાં જો કોઈ કવિ -ગુરૂ હોય તો કાવ્ય દોષ કાલાંતરે ઓછા જાય છે એ બાબત સૌનું ધ્યાન ખેંચ્યું.
આ ગોષ્ઠીમાં આશિતભાઈ ઊપરાંત પ્રગતિ મિત્ર મંડળ, કાંદીવલીના શ્રી પરેશ્ભાઈ પંડ્યા અને પત્રકાર શ્રી સ્પર્ષ દેસાઈ એ પણ સૌને માર્ગદર્શન આપ્યું. પરેશભાઈ એ ભવષ્યની ધબકાર કાવ્ય ગોષ્ઠી માટે પ્રગતિ મિત્ર મંડળની જગ્યા કે જ્યાં માઈક અને ખુરશીઓની સગવડ છે એ હોલ આગતરી વિનંતીથી ફાળવવાની બાયંધરી આપી. શ્રી સ્પર્ષ દેસાઈએ આગામી મહિનાઓમા કાવ્ય વર્ક શોપ માટે સહાયતા કરવાની અને યોગ્ય મારગ્દર્શક મેળવી આપાવવાની તૈયારી દાખવી હતી અને અમ્રુત ગંગરે પણ આગામી કાર્યક્રમ માટે સહાયતા કરવાનું વચન આપ્યું હતું.
આજની કાવ્ય ગોષ્ઠીની સંપુર્ણ વ્યવસ્થા અને ખર્ચ શ્રીમતી દિપ્તીબેન ઝવેરી તથા શ્રી કાંદિવલી ક.વિ.ઓ. જૈન મહિલા મંડળે સંભાળ્યું હતું અને સાહિત્યને લગતા ધબકારના આગામી કાર્યક્રમો માટે પણ સહાયતા ની તૈયારી દાખવી હતી. ચેતન ફ્રેમવાલા એ સૌ વતિ શ્રીમતી દિપ્તીબેન ઝવેરી તથા શ્રી કાંદિવલી ક.વિ.ઓ. જૈન મહિલા મંડળ નો આભાર માની ગોષ્ઠી સમાપન કર્યું હતું સાંજે ૭.૩૦ કલાકે સૌ આજની યાદો વાગોળતા ફરી મળવાના કૉલ સાથે છૂટા પડ્યા.
જય ગુર્જરી.
ચેતન ફ્રેમવાલા
આ ગોષ્ઠીના કવિઅમિત્રોની એમના પઠનના ક્રમ પ્રમાણે યાદી
૧ ચિંતન્ નાયક
૨. વિનય પંડ્યા.
૩. કાજલ વસુ
૪. પ્રગ્ના ગંગર
૫ દિપ્તીબેન ઝવેરી.
૬.મધુભાઈ શાહ્૭
૭. દિનેશ ઑડેદરા.
૮. અમૃત નિશર.
૯. હસમુખ ધરોડ.
૧૦ ચેતન ફ્રેમવાલા
૧૧. ગિરીશ્ભાઈ જોષી
૧૨. ચંદ્રકાંત સંઘવી.
૧૩. લાભશંકર જાની
૧૪ સ્પર્શ દેસાઈ
૧૫ પરેશભાઈ પંડ્યા
૧૬. આશિતભાઈ હૈદરાબાદી.

Comments:

Total 5 Comments posted ‘ધબકાર-મુંબઈ’ કાવ્ય ગોષ્ઠી

Leave a Reply

 

Comment moderation is enabled. Your comment may take some time to appear.