પ્રિય મિત્રો,
આપ સૌના પ્રેમ અને શુભેચ્છાઓથી ધબકારે ખૂબજ ટૂંકા ગાળામાં અદભુત સફળતા હાંસલ કરી છે.
માત્ર છ જ મહિનાનાં ટૂંકા સમયમાં એક બીજમાંથી, વૃક્ષ બનવા તરફ આગળ ગતિ કરી રહેલ ધબકારની સફળતાનો શ્રેય માત્ર અને માત્ર આપને જાય છે.
આપણી માતૃભાષા ગુજરાતીના સાહિત્ય અને સંગીતનો અમૂલ્ય વારસો સચાવવો, તેનો પ્રસાર પ્રચાર કરવો અને નવોદિત લેખક, લેખિકાઓ, સ્વરકાર અને સંગીતકારોને સ્ટેજ પૂરું પાડવું એજ ધબકારનો મુખ્ય ઉદ્દેશ છે.
આપ જાણો છો કે ધબકાર કોઈ પણ જાતના નફાના ઉદ્દેશ વગર કામ કરે છે. અત્યાર સુધી ધબકારના તમામ પ્રકારના કાર્યક્રમોનાં ખર્ચને, અમે કોઈ ને કોઈ રીતે પહોંચી વળતા હતા.
પરંતુ હવે ધબકાર સામાન્ય વૃક્ષમાંથી વટવૃક્ષ બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપની સહાયની વધુ ને વધુ જરૂર પડે એ સ્વાભાવિક છે.
ધબકારને અત્યારે મુખ્ય બે પ્રોજેક્ટ માટે ડૉનેશનની જરૂર છે.
(૧) ઑડિઓ સિસ્ટમની ખરીદી. અંદાજિત ખર્ચ રૂ. ૩૦૦૦૦=૦૦ (ત્રીસ હજાર)
(૨) કાવ્ય સંગ્રહ પ્રકાશિત કરવા.અંદાજિત ખર્ચ રૂ. ૨૦૦૦૦=૦૦ (વીસ હજાર)
તો ઉપરોક્ત કાર્ય માટે ધબકાર આપ સૌને યથાશક્તિ ડૉનેશન માટે વિનંતી કરે છે.
અમોને ખાતરી છે આ ઉમદા કાર્યમાં અમોને આપનો સંપૂર્ણ સાથ અને સહાકાર મળી રહેશે.
ડૉનેશન કેવી રીતે પહોંચાડવુ, તે અંગે વધુ માહિતી માટે આપ ધબકાર નો mail@dhabkar.com પર સંર્પક કરી શકો છો.
આપના પ્રત્યુત્તરની અપેક્ષા સહ…
ધબકાર પરિવાર….