Apr 19
2008કયાંયનો નહિ તો છતાં સર્વત્ર છું
Filed Under (રમેશ કોશિયા) by admin on 19-04-2008
કયાંયનો નહિ તો છતાં સર્વત્ર છું
કોઇ સરનામાં વિનાનો પત્ર છું.
વિશ્વભર વિખરાયેલું નક્ષત્ર છું
માત્ર તારી આંખમાં એકત્ર છું.
હું અનાદિ ઝંખના નિર્વસ્ત્ર છું
સત્ય છું પણ સાવ અંગત પત્ર છું.
જિંદગી જેવો નનામો પત્ર છું
કૈંક અફવાઓને માથે છત્ર છું.
આંખમાં મૃગજળ ભરીને શોધ નહીં
જયાં જઈશ ત્યાં લાગશે અન્યત્ર છું……..
રમેશ કોશિયા
સુન્દર રચના છે
[Reply]
આંખમાં મૃગજળ ભરીને શોધ નહીં
જયાં જઈશ ત્યાં લાગશે અન્યત્ર છું
‘દોબારા’ કહેવાનું મન થાય એવો કાબિલે-દાદ શેર!
- ગ.મિ.
[Reply]
આંખમાં મૃગજળ ભરીને શોધ નહીં
જયાં જઈશ ત્યાં લાગશે અન્યત્ર છું
‘દોબારા’ કહેવાનું મન થાય એવો કાબિલે-દાદ શેર!
- ગ.મિ.
[Reply]
જવાહર બ્ક્સ્ઇ ની એક અદભુત ગજલ
જય ગુર્જરી,
ચેતન
[Reply]