May 05
2008હું શમણાઓને ગાળું છું
Filed Under (ગઢવી મિલિન્દ(ગ.મિ.)) by admin on 05-05-2008
Tagged Under : dhabkar, dhabkar kavita, dhabkar poem, dhabkar poetry, dhabkar sur shabad ne sathware, dhabkar.com, gujarati, gujarati poetry
હું શમણાઓને ગાળું છું, એ ઘટનાઓને લૂછે છે
હું શબ્દ બનીને સળગુ છું, એ મૌન લખીને ઘુંટૅ છે
હું સ્વપ્ન ભલા ક્યાંથી વાવું જઇ પૂછ વિરહની રાતોને
અહીં રોજ નિરાશા ફણગે છે, અહીં રોજ નિસાસા ઊગે છે
નિસ્તેજ થયેલી આંખોને સૂરજની વાતો યાદ નથી
અફસોસ બિચારું અંધારું અહેસાસ ઉદયનો પૂછે છે
તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે
તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઊડે છે
મારામાં મારા હોવાની વાતો સૌ પોકળ સાબિત થઇ
તો કોણ પછી આ રગરગમાં વિશ્વાસ બનીને ઘૂમે છે
પેલા પર્વત પર બે પ્રેમી કહે છે કે આખર વાર મળ્યા
એક વૃક્ષ હજી ત્યાં વાદળમાં ચિક્કાર પલળતું ઊભે છે
- ગ. મિ. (ગઢવી મિલિન્દ)
ખૂબ જ સરસ ગઝલ છે
પેલા પર્વત પર બે પ્રેમી કહે છે કે આખર વાર મળ્યા
એક વૃક્ષ હજી ત્યાં વાદળમાં ચિક્કાર પલળતું ઊભે છે
અનુભૂતિનો આનંદ છે
[Reply]
ગમી જાય તેવો કવિ ! આ રચના પણ ખુબ સરસ લખાઇ છે. સર્જન માટે શુભેચ્છાઓ !
[Reply]
હુ અમરિકામા રહુ ઘ્,મ્નએ આ વેબ સાઇદ બુજ ગમિ.હુ અમેરિકામા આ પ્ર્યોગ કર્ર્વાનિ ઘ્.મને ત્તમારી મદ્દ્દ જોએ ઘે.ઓનલિ સુગ્મ સગીત્.
it is great to see this website i am impress i am try to do same thing in usa on 25th jul in californiya.i love gujarati to creat awrness among gujarti i am try to do this event. i need your help to listen to your shows so i can link my show with your web.i am program co dinator.please help me to keep our cluture alive.
[Reply]
” ek vruksh haji tya vadal ma chikkar palatu ubhe chhe” kya baat dost…truly xcellent keep writing.
[Reply]
As this is friendships day i first of all wish u happy friendships day.
Milind i dont know what u do but really it is very nice peom. i would like to tell u that u should take some proper guidence and publish it. really a very good effort of yours.
plz do continue to write and u ll be always and happy. bye. take care. anandi
[Reply]
મિત્ર,ત
[Reply]
વાહ ગમિ વાહ તારી ગજલ ખૂબ ગમી……..
[Reply]