હું જેવો છું એવો મુજને સ્વીકારો ને!

Filed Under (ચેતન ફ્રેમવાલા) by admin on 16-04-2008

હું જેવો છું એવો મુજને સ્વીકારો ને!
સાચ્ચો,કડવો,તીખો છું,મુજને માણોને.

આખે આખો સારો છું એવું ક્યાં કહેતો?
થોડા-ઝાઝા દોષો સાથે અપનાવો ને!

શીશા જેવું ચોખ્ખું દિલ લઇને આવ્યો છું,
મુજ દિલમાં ડૂબી જાઓ,મુજને તારો ને!

ચાહતની સોગાદો આપે પરને વાંટી,
થોડી બસ થોડી ચાહત મુજને ફાળો ને!

શંકાની નજરે શાને મુજને જૂઓ છો,
શંકાથી પર કો’દી મુજને આણો ને!

જડ થઇ ગ્યો છું,ભૌતિકતાના દાવાનળમાં,
જડ હૈયામાં ચેતન જેવું સંચારો ને!

ચેતન ફ્રેમવાલા

Comments:

Total 5 Comments posted હું જેવો છું એવો મુજને સ્વીકારો ને!

Leave a Reply