Apr 16
2008સંબંધોનાં સમીકરણો બદલાતા મેં જોયા…
Filed Under (ધ્વની જોશી) by admin on 16-04-2008
સંબંધોનાં સમીકરણો બદલાતા મેં જોયા,
એમાં શતરંજનાં બાદશાહોને ફાવતાં મેં જોયા.
હારેલા ને લાગણીમાં પિસાતા મેં જોયા,
ને પછી યાદોનાં સાગરમાં ખોવાતા મેં જોયા.
પૈસા અને પ્રતિષ્ઠાની ઘેલછા માં,
જિંદગી સામે લખલૂટ લૂંટાતા મેં જોયા.
ધ્રુજી ગયું દિલ ,ને ફિકો પડ્યો વિશ્વાસ,
જયાં પ્રેમનાં મુખોટા બદલાતા મેં જોયા.
ધ્વની જોશી
Dear Dhvani Joshi,
Appni rachana ni sugandh gadik ubha rahine vicharva majbur kare chhe..
[Reply]
સરર !
[Reply]
સરસ !
[Reply]
શુ કહુ મને કવિતા તો નથિ આવડતિ પણ
વાહ વાહ્
[Reply]
it’s a very nice peom…. it seems that it has out from ur within self. good one
[Reply]