મુંબઈના આગણે ‘ધબકાર’ પડઘાયો !!

Filed Under (મુંબઇ) by નીરજ on 19-01-2008

Tagged Under : , , , , , , , , , , , , , , , , , , , , , ,

ધબકાર સાથે સંકળાયેલાં મુંબઈવાસી મીત્રો સૌ જેની આતુરતાથી રાહ જોતા હતા. તે ધબકારની પ્રથમ સભા ખુબ જ ઉત્સાહભર્યા વાતાવરણમાં અને સફળતાપુર્વક મુંબઈના ઉપનગર વિલેપાર્લે (પશ્વિમ)માં આવેલા ઈશ્વરલાલ ખાતે તારીખ ૧૯ જાન્યુઆરીનાં સાંજે ૪:૦૦ વાગે યોજાઈ ગઈ.

સભાનો સમય સાંજના ૪:00 વાગ્યાનો હતો પણ મુંબઈમાં દૂર દૂર વસતાં ધબકારનાં સૌ સભ્યો ૪:40 સુધીમાં આવી પહોચ્યાં હતાં. આ સૌ સભ્યોનાં નામ આ પ્રમાણે છે :

૦૧ - કપિલ દવે
૦૨ - નેહા મહેતા
૦૩ - વિજય વસાણી
૦૪ - ખેવના દેસાઈ
૦૫ - લોપાબેન વ્યાસ
૦૬ - ગીરીશભાઈ જોષી
૦૭ - સોનલ ઠક્કર
૦૮ - હસમુખભાઈ ધરોડ “અંકુર”
૦૯ - ચેતનભાઈ ફ્રેમવાળા
૧૦ - ભાવેશ પટેલ
૧૧ - ચંદ્રેશ કાપડીયા
૧૨ - વિકાસ ચાવડા
૧૩ - ભાવિક શાહ
૧૪ - હેંમત મિસ્ત્રી
૧૫ - જિમીત મલ અને
૧૬ - પ્રાચીબેન વ્યાસ.

સભાની શરુઆતમાં શ્રી…એ ‘ધબકાર’નો પરીચય આપીને સૌને એક અવનવીન પ્રવૃત્તીનો ધબકાર આપ્યો. નેહાબેને ધબકાર અંગે પોતાની વીશીષ્ટ શૈલીમાં રજુઆત કરી. જ્યારે કપિલ દવેએ સૌ સભ્યોને ‘ધબકાર’ વિશે સમાચારપત્રોમાં આવેલા લેખ બતાવીને પ્રોત્સાહિત કર્યા હતા. અમદાવાદમાં ધબકારની જે જે પ્રવૃત્તિઓ ચાલે છે તે અંગે પણ રસપ્રદ રજુઆતો થઈ.

ત્યાર બાદ અમદાવાદથી કાંક્ષિત મુનશીએ મોકલાવેલ પત્રનું વાચન ખેવનાબેને કર્યુ.અને ‘ધબકાર’ દ્વારા પ્રગટ થનારા કાવ્યસંગ્રહ અંગે પણ વિગતે જણાવ્યુ .

આ સભાના મુખ્ય કાર્યક્રમમાં તો કાવ્યવાચન અને કાવ્ય-ગઝલ વિષે જ રજુઆતો થવાની હોઈ અનુક્રમે આરંભમાં કેટલાક સ્થાનીક સર્જકોની રચનાઓ રજૂ થઈ હતી. પોતાની કૃતિઓનું પઠન કરનારાંઓમાં આ સભ્યોનો સમાવેશ થતો હતો :

હસમુખભાઈ, ગિરીશભાઈ, ખેવનાબેન, વિજયભાઈ અને ચેતનભાઈ.એમના કાવ્યપઠનથી સભ્યોએ સ્થાનિક સર્જકોની રચનાઓનો આસ્વાદ તો માણ્યો જ પરંતુ મુંબઈને આંગણે પોતાનાં જ નવલાં સર્જકો દ્વારા હાથ ધરાયેલી આ વીશેષ પ્રવૃત્તિનો રોમાંચ પણ અનુભવ્યો - કહોને, એક અજબ ધબકાર જ અનુભવ્યો ! સ્થાનિક મિત્રોની રચનાઓનો એક જુદા જ પ્રકારનો એવો આનંદ સૌમાં વ્યાપી વળ્યો અને અનેકને એમાંથી પ્રેરણા પણ પ્રાપ્ત થઈ.

સ્વરચનાઓનું આ પઠન પણ કવિતા અને ગઝલ વિશેની ચર્ચા કરતાં કરતાં જ થતું હોઈ કાર્યક્રમને એક નવો આયામ પણ મળ્યો અને ‘ધબકાર’ને એક નવું પરિમાણ પણ મળ્યું.

આ સાથે જ હાજર સભ્યોમાંથી કેટલાંકે, જેઓ વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે તે તે પ્રવૃત્તિઓનો પણ લાભ ‘ધબકાર’ને આપવાની તત્પરતા દર્શાવીને પોતપોતાની પ્રવૃત્તિઓ અંગે વિગતે રજુઆતો કરી !

જિમીતભાઈએ જણાવ્યુ કે તેઓ ‘World Space Satellite Radio’ પર થી પ્રસારિત થતી એક માત્ર ગુજરાતી રેડિયો ચેનલ “રેડિયો ઉંમગ” પર કામ કરી રહ્યા છે અને તેઓ ‘રેડીયો ઉંમગ’ પરથી ‘ધબકાર’ ગૃપને રજૂ કરશે !

જ્યારે ચેતનભાઈ ફ્રેમવાળાએ જણાવ્યું હતું કે તેમની પાસે હાર્મોનિયમ, તબલાં અને ગીટાર જેવાં સંગીતનાં સાધનો ઉપરાંત પુરતી જગ્યા પણ હોવાથી હવે પછીની સભાઓ અને રિહર્સલ વગેરે નો લાભ ધબકાર ગ્રુપ લઈ શકે છે.

આજની આ સૌ પ્રથમ જ સભા હતી એટલે ઉત્સાહ તો અત્યંત હતો. અવનવીન વાતોએ એમાં જાણે રંગોળીઓ પૂરી હતી ! આ બધી વાતો અને રજુઆતોમાં ૬:30 ક્યારે વાગી ગયા તેનો ખ્યાલ જ ન રહ્યો. મુંબઈના દૂર દૂરના વિસ્તારોમાં સૌને પહોંચવાનું હતું. પાંચેક સભ્યોને લગ્નમાં પણ જવાનુ હતું. જ્યારે મુંબઈના જાણીતા ગણગણાટકો - મચ્છરો -નું આગમન પણ સભાને બરખાસ્ત કરવા મજબૂર કરવા તત્પર થયું હોઈ અમારે મીટીંગને વિરામ આપવો પડ્યો હતો.

અને આ વિરામ સાથે જ એક તરફ એક કાર્યક્રમ પૂરો થતો હતો, તો બીજી તરફ ‘ધબકાર’નો ધમાકેદાર પ્રવેશ મુંબઈમાં થઈ ચુક્યાનો અહેસાસ સૌ અનુભવી રહ્યાં હતાં. અમદાવાદને આંગણે જેનાં બીજ રોપાયાં એ ‘ધબકાર’ને આ નવી ભુમિમાં પણ રોપાવાની મળેલી તક એ આ સભાની અવિસ્મરણીય બાબત હતી.

મુંબઈનાં સૌ કોઈ સભ્યોને ધન્યવાદ આપીને અને આરંભાઈ ચૂકેલા આ નવા વાતાવરણને અવારનવાર માણતાં રહેવાનો નિશ્ચય કરીને સૌએ એકબીજાને વિદાય આપી હતી.

ધબકારનું વધુ વિશ્વાસપૂર્વકનું અને સફળતાભર્યું દ્વિતીય પગલું….!!

Filed Under (અમદાવાદ) by નીરજ on 23-12-2007

Tagged Under : , , , , , , , , , , , , , , , , , , , , ,

૨૩ ડીસે. ના આપણું ‘ધબકાર’ વધુ એકવાર સ્વર-શબ્દનો યજન કરવા તૈયાર હતું… આમ તો મિત્રોમા મળવા ને વહેચવાનું ના હોય તો પણ બધાએ વધુ સારી રીતે કૃતિ રજૂ કરી શકાય એટલે અઠવાડિયાં અગાઉથી તૈયારીઓ કરી ને પોતાનાં કલા-પુષ્પો મા સરસ્વતિના ખોળે ધરવા તૈયાર હતાં.

શૈલ્યભાઇનું આંગણું આ પહેલાંના કાર્યક્રમ કરતાં ઘણા વધુ લોકોને આવકારવા તૈયાર હતું. કાર્યક્રમ પણ લગભગ નકકી કરેલા સમયે શરુ થયો.

પાર્થ દ્વારા કવિ શ્રી ભાનુશંકર વ્યાસની ‘માગણી’ નામક કૃતિ ‘આપને તારા અંતરનો એક તાર’ શ્રોતા મિત્રો પાસે રજૂ થઈ એ સાથે જ શરુ થયો શબ્દ-સૂરની વહેચણીનો એ અવર્ણનીય આનંદ…!!

શરુઆત થઇ દેવલ દ્વારા સરસ્વતિ-સ્તુતિથી… જેમાં સુરસરગમના બિંદુ હોવાનો નમ્ર આનંદ છલકતો હતો. ત્યાર બાદ ધબકારની સૌથી નાની વયની પણ ખૂબ જ સુંદર ટેલેન્ટ ધરાવતી વાગ્મી દેસાઇએ “હે ચંદ્રમૌલી…!” ગાઇને વાતાવરણમાં પવિત્રતા ઉમેરી. પછી એ જ સાથે ધબકારનો કાર્યક્રમ રંગ પકડતો ગયો….!

પછી વારો આવ્યો ”શમા” નામક દીપ્તિ પટેલના કાવ્યનો, જેનું વાચન થયું મન્થન દ્વારા. …..પણ મંથન સ્ટેજ પર આવે આવે ત્યાં તો પાર્થ દ્વારા ધબકાર વતી મંથનના જન્મદિવસની શુભકામનાઓ વ્યક્ત કરતું એક કાવ્ય પણ રજૂ કરી દઈને પ્રસંગની મઝાને ઑર વધારી દીધી…! ત્યાર બાદ જીગ્નાબેને “રાધાનું નામ તમે….”  રજૂ કર્યું; સુધાબેન ભટ્ટે એક અછાંદસ કાવ્ય અને એક છંદબદ્ધ કવિતા રજૂ કરી. સાથે સાથે એમણે છંદની સમજ પણ આપી… પછી શૈલ્યભાઇએ ઓજસ પલનપુરીની રચના “બીજી તો કોઇ રીતે ના ભુંસાય ચાંદની” રજૂ કરી અને પછી વારો આવ્યો સૈફ પલનપુરીની રચનાનો…

“ખુશ્બુમાં ખિલેલ ફૂલ હતાં… ” રજૂ કરી પ્રશાંતે. એકદમ સંવેદનશીલ એવી આ ગઝલની એકદમ સંવેદનાથી કરાયેલી રજુઆત સાંભળીને ઉપસ્થિત બધાં જ સ્તબ્ધ થઇ ગયાં… ને પછી એ વાતાવરણને હળવું બનાવ્યું કાંક્ષિતે. “રોજ એ જગતથી કશુ” સંભળાવીને વાતાવરણને હળવું બનાવી દીધુ.  ને લોકોએ તો એને દુબારા, દુબારા કરીને બીજી કડી તો બીજી વાર પણ રજૂ કરાવી !

વચ્ચે વળી વીજય અને લીનાને એમના સફળ દાંપત્યજીવનની શુભકામનાઓ આપી. ત્યારબાદ સી.એન. વિદ્યાવિહાર તરફથી ખાસ હાજર રહેલા શ્રી નીખીલભાઇ શાહે ધબકારની પ્રવૃત્તિને ખાસ બીરદાવી અને આ કાર્યક્રમમાં એમનો પૂરો સાથ હોવાની ખાત્રી આપી અને ધબકાર સાથે જોડાયેલાં સૌને ધન્યવાદ આપ્યા. જ્યારે શૈલ્યભાઇએ એમની પોતાની રચનાનું પઠન કર્યુ. ડૉ. હાર્દીકે ખાસ ધબકાર ઉપર જ એક કાવ્ય રજૂ કરીને બધાંની દાદ મેળવી…!

પછી તો બ્રેકની થોડીવાર જ પહેલાં, ધબકારના તમામ મહત્વના સમયે સાથ આપતા ધબકારના તબલચીઓ હાર્દિપ અને વત્સલે તબલા વાદન રજૂ કર્યું તથા સાથે સાથે કેટલીક તબલાવાદનની પાયાની માહિતી પણ આપી. ને એમ છેવટે ધબકતા તાલ સાથે જ થોડા સમયનો વિરામ લેવામાં આવ્યો…

બીજી બેઠકનો આરંભ એકદમ ડોલાવી દેનારો રહ્યો… ! ખુશ્બુએ “મેં તો ઝેર નો કટોરો પીધો” રજૂ કર્યું… જે સ્વભાવિક રીતે જ ‘વન્સ મોર’ થયું ને ખુશ્બુએ પહેલી કડી ગાઇને બધાને રાજી પણ કર્યા… ત્યારબાદ ધબકારની વધુ જાણીતી અને હિતેચ્છુ વ્યક્તિ એવા કમ્પોઝર શ્રી જન્મેજયભાઇ વૈદ્ય ખાસ આવ્યા. તેમણે ધબકાર વિષે તો વાત કરી જ પણ સાથે સાથે જાતે જ એમનું પોતાનું કમ્પોઝીશન પણ સંભળાવ્યું !!! એ પણ બધાંએ સાંભળીને મજા માણી. પછી દરેકે પોતાની કૃતિ રજૂ કરી… સમય બહુ ઝડપે પસાર થતો હતો એટલે પછી બધાની એક એક જ કૃતિ લઇ શકાઇ… જેમાં ધ્વનિની કૃતિ ધારીણીબહેને અને પ્રીતિબહેનની કૃતિ જલ્પાબેને વાંચીને રજૂ કરી…

ફલકે સોલી કાપડિયાની ગાયેલી “કોક વાર આવતાં ને જાતાં” ને નજાકતની સાથે મૌલિક ટચ આપીને અતિસુંદર રીતે રજૂ કરી બધાની વાહ વાહ મેળવી… પછી તો પિંકીબેને પણ એમની કૃતિ વાંચી સંભળાવી…

ક્રિશ્ના પંચાલની કૃતિ એમની જ હાજરીમાં શૈલ્યભાઇ દ્વારા વંચાણી… ને છેલ્લે તેજસે “તારા અણસારે….” પરેશ ભટ્ટનું કંમ્પોઝીશન સંભળાવ્યુ અને છેલ્લે ‘આ અસ્ત પછી ફરી ઉદયમાં’ મળવાનું નકકી કરી બધાં છુટાં પડ્યાં….

ઇલેકશનના રીઝલ્ટમાં બહોળી લોકલાગણીની જીતની સાથે ધબકારની આ સાંજ એક યાદગાર સાંજ બની દરેકના હ્રદયમાં ધબકતી રહી…!

પ્રથમ ધબકાર ને ખુલ્લી હવા માં લેવાયેલા પ્રથમ શ્વાસ ની અનુભવ ગાથા

Filed Under (અમદાવાદ) by નીરજ on 28-10-2007

Tagged Under : , , , , , , , , , , , , , , , , , , , , ,

ધબકાર 1st show on 28th Oct એવું નક્કી કરવા વિચાર્યું ને 28th Oct આવી ગઇ…બધાજ નવસર્જકો પોતપોતાની કલા ને માતા સરસ્વતિને ચરણે ધરવા તૈયાર થઇને આવી પહોંચ્યા શૈલ્યભાઇને ત્યાં…જ્યાં તેઓ પોતાનું મેઘધનુષી આંગણ સજાવી ને સહુ ના આગમન ની આતુરતા પુર્વક રાહ જોતા હતા…એમનાઆ આંગણાના હિંચકા ની આગળ બધાના બેસવા ની અને કલાકારો માટે સ્ટેજ ની વ્યવસ્થા કરેલી જ હતી…તેમાં કાંક્ષિત અને હરદિપ વહેલા આવી અને કાર્યક્રમ ની પૂર્વ તૈયારી માં લાગી ગયા…શૈલ્યભાઈ એ સ્ટેન્ડ મૂકીને મૂવી કેમેરો તૈયાર કરી દીધો કે જેથી આખો કાર્યક્રમ જેઓ હાજર નથી રહી શક્યા - ખાસ કરીને આપણા વિદેશ માં વસતા મિત્રો - તેઓ પણ પછીથી માણી શકે।
ને એમ કરતાં કરતાં લગભગ ૬.૩૦ વાગે દેવલ અને ધારિણી દ્વારા..વક્રતુંડ મહાકાય અને સરસ્વતિ વંદના થી કાર્યક્રમ ના શ્રીગણેશ કરાયા..ને એ ક્ષણ થી જ શબ્દ અને સંગીત ની સુંદર સફર શરૂ થઈ,જે લગભગ ૨ કલાક ચાલી.
ડૉ.પાર્થે કાર્યક્રમ નું સંચાલન સંભાળ્યું.અને તેઓ એક પછી એક કલાકારો ને સ્ટેજ પર આમંત્રિત કરતા ગયા..સૌ પ્રથમ ગીત ‘દાન દે વરદાન દે’ દેવલે ગાયું.પછી જીજ્ઞાબેને ગુજરાતી સુગમ સંગીત નો માસ્ટર પીસ ‘માડી તારૂં કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’ ગાયું..આમ આ ભક્તિગીતો દ્વારા ઈશ્વરને આપના બધા ની સાથે રહેવા આહ્વાન કર્યું..પછી પોતાની જીવંત શૈલીમાં કાંક્ષિતે ‘ગુજરાતી થઈ’ રજૂ કર્યૂં ને બધાએ હસતાં હસતાં એ વસ્તવિકતા ને સ્વીકારી. પછી દેવલે કવિ જગદીશ જોષી ની અમર રચના ‘ખોબો ભરી ને અમે એટલું હસ્યાં’ સંભળાવી..
હવે વાતાવરણ ધીમે ધીમે પૂર્ણ ગુજરાતી રંગ પકડતું ગયું..આ બધા ની સાથે સાથે બધાના પરફોર્મન્સ શૈલ્યભાઈ કચકડે કંડારતા રહ્યા અને ધબકાર ની ક્ષણો ને અમર બનાવતા ગયા.. પછી આવ્યો સંજયભાઇ નો વારો.. તેમણે ‘નયન ને બંધ રાખીને’ રજૂ કર્યું.તે પછી કાંક્ષિતે સોલિભાઈ નું ઓલટાઇમ હીટ કોમ્પોઝિશન ‘પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો’ રજૂ કરીને બધાને ડોલાવ્યા.. ને એમના પછીકર્યક્રમના યજમાન શૈલ્યભાઈ એ ‘આંખો થી લઈશું કામ હવે બોલવું નથી’ રજુ કરીને મજા કરાવી. ત્યાર પછી તો ગુજરાતી ભાષાના પ્રેમસભર ગીતો નો શરૂ થયેલો સિલસિલો ધારિણીબેને એમના સુંદર અવાજમાં ‘કસોટી પ્રેમ ની’ ગાઈ ને આગળ વધાર્યો.. ને પછી ગવાયા પ્રેમ ના પ્રતીક સમા કૃષ્ણ ને રાધા ની ભાવના ના ગીતો..જેમાં દેવલે ‘ હવે સખી નહીં બોલું..’, કાંક્ષિતે ‘રાધા ની લટ માં ખોવાયેલા કાન’ નું ગીત સંભળાવી ને મજા કરાવી.. પછી પીન્કીબેને ‘એકલતા માં કીધું અડપલું’ એમના સ્વાસ્થ્ય ની ઉપરવટ થઈ ને ગાયું.. ને એ ગીત ની સાથે જ પ્રથમ ચરણ પૂરૂં થયું.
હવે આવ્યો વારો શબ્દ નો…બ્રેક માં શૈલ્યભાઈના ઘરે થી બનેલા સુન્દર શરબત ને માણતાં માણતાં બીજા ચરણની શરુઆત થઈ. જેમાં કાંક્ષિત, શૈલ્યભાઈ,પીન્કીબેન અને સુધાબેને સુંદર સ્વરચિત રચનાઓ રજૂ કરી… સુધાબેને કેટલાંક હાઈકુ સંભળાવ્યાં અને સાથે સાથે એની રચના અને વ્યાકરણ વિશે પણ સમજ આપી ને પછી એમણે એક હૃદયસ્પર્શી ભાવાનુવાદ રજૂ કર્યો… એ રચનાથી એવી સ્તબ્ધતા વ્યાપી કે ધબકારનું વાતાવરણ ક્ષણીક ધબકવાનું જ ભુલી ગયું…
સાથે સાથે દૂર રહીને પણ સાથે રહેલા ધબકારના મિત્ર ધ્વનિ ( કે જેમના વાલીએ પણ આખા કાર્યક્રમમાં હાજરી આપી ને અમને ધ્વનિ લંડનના બદલે અહીંજ હોવાનો અહેસાસ કરાવ્યો) ની રચના જીજ્ઞાએ, ચેતના ની રચનાઓ ધારિણી એ અને સુનીલભાઈ શાહની રચનાઓ જીગર શાહ એ રજૂ કરી
ને પછી આવ્યો છુટા પડવાનો વારો, પણ આવનારા આરંભની તૈયારી માટે જ… છૂટા પડતી વખતે…બધાના ચહેરા ઉપર ગુજરાતી સંતોષ વંચાતો હતો. ને સાથે સાથે આનંદ પણ..
‘Well began is half done’ ને યાદ કરતાં કરતાં એક શુભ શરૂઆત ને માણતાં માણતાં..ધબક્યાં , મહાલ્યાં , શ્વસ્યા…
ચાલો તો હવે મળીયે ૨૩rd Dec.ના… ત્યાં સુધી આવજો અને મન મૂકી ધબકજો…

પ્રથમ મીટીંગ -પરિમલ ગાર્ડન નો ઍહવાલ

Filed Under (અમદાવાદ) by નીરજ on 02-10-2007

Tagged Under : , , , , , , , , , , , , , , , , , , , ,

પ્રિય મિત્રો,
આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે મિટીંગ ખુબજ સરસ રીતે આયોજીત થઈ અને ફળદાયી રહી. ૧૯ જેટલા મિત્રોએ આમાં ઉત્સાહપુર્વક ભાગ લીધો.
શૈલ્ય,મંથન, કાંક્ષિત, કિરીટભાઈ (ગાંધીનગર), ચિરાગ, જીગર, હરદીપ, કુમાર, નવનીતભાઈ, ધ્રુવીલ, વિજય, ડૉ.પાર્થ , પીંકીબેન, તન્વીબેન, જીજ્ઞા,નેહાબેન,ધારીણી,દેવલ આ સૌ મિત્રો આપણા આ ગ્રુપનો પાયો નાખનારા બન્યા. તદુપરાંત દેશ વિદેશમાં વસતા જે મિત્રોએ ખુબજ હ્રદયપૂર્વક આપણને તેમની શુભેચ્છાઓ મોકલી છે તેમને યાદ કર્યા વગર તો કેમ રહી શકાય !!!!
પરિમલ ગાર્ડન લીલોતરીના ઘરેણા પહેરીને અમને આવકારવા ઉત્સુક હતો. મિટીંગનો સમય ૫.૩૦ નો હતો. પણ કાંક્ષિત, જીગર અને કિરીટભાઈ તો ૫.૧૫ વાગ્યાના આવી ગયા હતાં. યજમાન કરતાં મહેમાન વહેલા હતાં. શૈલ્ય અને મંથન પાણીના કેરબા લઈને બરોબર ૫.૩૦ વાગે પહોંચી ગયા.
ધીરે ધીરે એક પછી એક મિત્રો આવતા ગયા જાણે ઝરણાંમાંથી નદી અને નદીમાંથી સમુદ્ર બનતો ગયો…. ૬.૦૦ વાગ્યા સુધી મિત્રોની રાહ જોઈ. ત્યાં સુધી ચા-કોફી ને થોડો ન્યાય આપ્યો. જોડે જોડે આ યાદગાર મિલનને કેમેરામાં કેદ કરવાનું તો ચાલુ જ હતુ.
ત્યાર બાદ શૈલ્યએ બધાને “ પરિચય પત્ર ” ભરવા આપ્યો જેથી મિત્રોના નામ સરનામા, સંર્પકની માહિતી મળી શકે.આ “પરિચય પત્ર ” નેટ પર પણ મુકવામાં આવશે. તો આપ સૌ ને વિનંતી કે તે ભરીને મોકલી આપવો.
ઔપચારિક ઓળખાણવિધી કરી મિટીંગના મુખ્ય હેતુ-મુદ્દા પર આવ્યા. આ ગ્રુપ શરુ કરવાનો મુખ્ય હેતુ…આપણા જેવા ઘણા મિત્રો સુંદર રચનાઓ રચી ઓર્કુટ, બ્લોગ પર મુકે છે. બસ…. પછી શું !!! બસ આ “શું” પરથી અમે આગળ વધ્યા..
વિચાર કર્યો કે એક ગ્રુપ બનાવવુ જે નવા કવિઓને તેમની રચના રજુ કરવા એક પ્લેટફોર્મ પુરુ પાડે.
ગ્રુપનુ નામ શું રાખીશુ ? એ વાત પર એમ નક્કી થયુ કે આપણે સૌ મિત્રો પાસેથી નામ મંગાવવા અને તેમાંથી નામ પસંદ કરવું. તો આપ પણ આપની પસંદગીનુ કોઈ નામ મોકલી શકો છો. અત્યારે અમે આ ગ્રુપને કામચલાઉ રીતે “ધબકાર” તરીકે ઓળખાવવાનુ વિચાર્યુ છે. અને યાહુ પર તે નામે એક ગ્રુપ પણ ચાલુ કરી દીધું છે. આપ સૌને એક વિનંતી કે આ ગ્રુપમાં સભ્ય થઈ જશો જેથી સંર્પકમાં રહેવામાં સરળતા રહે. તેની લીંક
http://launch.groups.yahoo.com/group/Dhabkar/
મિટીંગના ફોટોગ્રાફ પણ ગ્રુપમાં મુકેલ છે.. તેને પણ માણશો…
પ્રોગ્રામ વિશે દરેકે પોતાના અભિપ્રાયો રજુ કર્યા. છેવટે એમ નક્કી કર્યું કે તા.૨૮ ઓક્ટોબરે એક નાની મહેફિલનું આયોજન કરવું. આવી ૩ - ૪ મહેફિલ થયા પછી, પુરતો અનુભવ મળ્યા પછી મોટા કાર્યક્રમનું આયોજન કરવુ. તેમાં સારી રચનાઓ પસંદ કરી , તેમને સૂરમાં ઢાળી રજુ કરવી…પણ એ તો ભવિષ્યની વાત છે.
પણ અત્યારે આપણું ધ્યાન તા.૨૮ ઓક્ટોબરની મહેફિલ પર છે. તેમાં જે મિત્રો પોતાની રચના રજુ કરવા માંગતા હોય તેઓ પોતાની કોઈ પણ ત્રણ રચનાઓ શૈલ્યને ઈ-મેઈલ કરી દે. તા.૨૮ ઓક્ટોબરે તમે પોતે આપણી મહેફિલમાં તમારા અવાજમાં આ રચનાઓ પ્રસ્તુત કરી શકશો. તદુપરાંત જેઓ સુંદર ગાઈ શકે છે તેઓ પણ આ દિવસે ગુજરાતી ગીતો રજુ કરશે.અમારો પ્રયત્ન તો એવો છે કે આ રચનાઓ તે દિવસે એક પુસ્તીકા સ્વરુપે પણ બહાર પાડવી.
લગભગ બે થી અઢી કલાક ચાલેલી મિટીંગમાં, આ રીતે આગળ વધવું એમ નક્કી કરવામાં આવ્યું.
તા.૨૮ ઓક્ટોબર આપણી ૨જી મિટીંગ પણ ગણાશે…

તો મિત્રો.. હવે શેની રાહ જુઓ છો ??? “”પરિચય પત્ર ” ભરીને, આપની ત્રણ રચનાઓ શૈલ્યને અને મંથનને ઈ-મેઈલ કરી દો.
shailyashah@yahoo.com
manthanbhavsar@gmail.com
આપ સૌનો હ્રદયપુર્વક આભાર,ધબકાર વતી…અમે સૌ…

Learn more HyperWebEnable.com.